Back

ⓘ ગુજરાતી વિશ્વકોશ
ગુજરાતી વિશ્વકોશ
                                     

ⓘ ગુજરાતી વિશ્વકોશ

ગુજરાતી વિશ્વકોશ એ બ્રિટીશ ઍન્સાઇક્લોપીડિયા જેવો ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર જ્ઞાનકોશ છે. આ જ્ઞાનકોશમાં વિશ્વભરનું વિવિધ વિષયોને લગતું જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેનું પ્રકાશન ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

                                     

1. ઇતિહાસ

બ્રિટીશ ઍન્સાઇક્લોપીડિયા જેવો ગુજરાતી ભાષામાં પણ જ્ઞાનકોશ હોવો જોઇએ તેવો સૌપ્રથમ વિચાર સંત પૂજ્ય શ્રી મોટાને આવ્યો. ગુજરાતીમાં વિશ્વકોશ તૈયાર કરવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટીને રૂ।.૧૦ લાખનું દાન આપ્યું. યુનિવર્સિટીએ આ માટે જુદો વિભાગ રચીને ડૉ. ધીરુભાઇ ઠાકરને તેનું કામ સોંપ્યું. પણ વધારાની સરકારી સહાય ઉપલબ્ધ ન થતા કામ આગળ ન વધ્યું. થોડા વર્ષો બાદ સાંકળચંદભાઇ પટેલે ભાષા પ્રેમથી પ્રેરાઇને આ માટે જરૂરી રકમ આપવાની બાંહેધરી આપી અને પુનઃ કામ શરું થયું. ત્યાર બાદ ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટની સ્થાપના થઈ. શ્રેણીક્ભાઇ કસ્તુરભાઇ તેના પ્રથમ મુખ્ય અધ્યક્ષ બન્યા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કામ કરવા માટે મકાનની સગવડ કરી આપી. તેમાં જરૂરી વ્યવસ્થા થતાં ૨ ડિસેમ્બર ૧૯૮૫ના રોજ વિદ્વાનો અને થોડા કર્મચારીઓના સ્ટાફ સાથે વિશ્વકોશ-નિર્માણની શુભ શરૂઆત થઈ. વિશ્વકોશમાં સમાવેશ પામે તેવાં ૧૬૬થી અધિક વિષયોનાં ૨૩,૦૦૦થી વધુ અધિકરણોની વિષયવાર યાદી સહિત, સમગ્ર યોજનાનો વિગતે પરિચય આપતો ભૂમિકાખંડ તૈયાર થયો.

                                     

2. વિશ્વકોશની વિશિષ્ટતાઓ

 • ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતી પ્રજાની સર્વક્ષેત્રીય પ્રવૃત્તિનો સઘન અઘિકૃત પરિચય.
 • ગુજરાતી ભાષાનો એકમાત્ર સચિત્ર સર્વસંગ્રાહક એન્સાઇક્લોપીડિયા.
 • ગુજરાતની જીવાદોરી સમી નર્મદાની મહાયોજના સાથે ચાલી રહેલી ગુજરાતની સંસ્કારદોરી સમી વિદ્યાકીય મહાયોજના.
 • ભારત અને જગતના તમામ દેશોને લગતી વિસ્તૃત પ્રમાણભૂત માહિતી.
 • ૧૬૬ વિષયોને આવરી લેતાં ત્રીસ હજાર અધિકરણો.
 • ભારતનાં વિવિઘ રાજ્યોમાં તેમજ વિદેશમાં વસતાં ગુજરાતીભાષી કુટુંબોને માટે સાંસ્કૃતિક અસ્મિતાના સેતુરૂપ ગ્રંથશ્રેણી.
 • પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુઘીની વિદ્યાકીય સંસ્થાઓ, પુસ્તકાલયો, બેંકો, વીમા કંપનીઓ, સરકારી કાર્યાલયો તથા ઉદ્યોગો અને તમામ પ્રકારની વ્યવસાયી સંસ્થાઓને તત્કાળ માહિતી અને માર્ગદર્શન સુલભ કરી આપતું અનિવાર્ય જ્ઞાનસાઘન.
 • એક હજાર પૃષ્ઠનો એક એવાં પચીસ ગ્રંથોની શ્રેણી.
 • વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા સ્વતંત્ર લેખન.
                                     
 • મદદ ગ જર ત વ ક શનર ભગવદ ગ મ ડલ - ગ જર ત ભ ષ ન મહ ન શબ દક શ વ શ વક શ ય ન ક ડમ ગ જર ત લ ક સ ક ન - ગ જર ત ભ ષ ન ઓનલ ઇન શબ દક શ ગ જર ત વ શ વક શ ગ જર ત
 • થય હત શ હ, પ ર ત 1994 ઠ કર, ધ ર ભ ઈ, સ પ ગ જર ત વ શ વક શ VI. અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ. p. 495. OCLC 165216593. Check date values in:
 • ઠ કર, મહ શ ઠ કર, ધ ર ભ ઈ, સ પ ગ જર ત વ શ વક શ ખ ડ ભ ગ બ જ આવ ત ત અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ. pp.  Check date values in:
 • બ ર સ ગર, રત લ લ મ હનલ લ In ઠ કર, ધ ર ભ ઈ. ગ જર ત વ શ વક શ ખ ડ પ રથમ આવ ત ત અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ. p. 57. OCLC 163822128. Check date
 • લલ ત દ ખદર શક ન ટક In ઠ કર, ધ ર ભ ઈ. ગ જર ત વ શ વક શ ખ ડ ર લ પ રથમ આવ ત ત અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ. p.  OCLC 162213119. Check
 • રજન ક ન ત ચ ક સ મહ શ ડ ક ડન સ, ધ In ઠ કર, ધ ર ભ ઈ સ પ ગ જર ત વ શ વક શ ખ ડ અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ. p. OCLC 164810484.
 • દ ટ ફ લન સમ કરણ In ઠ કર, ધ ર ભ ઈ. ગ જર ત વ શ વક શ ખ ડ અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ. p.  OCLC 164810484. Check date values
 • ખ ડ ર જગ ર, શ વપ રસ દ 1993 ઠ કર, ધ ર ભ ઈ, સ પ ગ જર ત વ શ વક શ V. અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ, અમદ વ દ. pp. 846 847. Check date values in:
 • શ વપ રસ દ સ જ ત ર In ઠ કર, ધ ર ભ ઈ. ગ જર ત વ શ વક શ ખ ડ પ રથમ આવ ત ત અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ. p.  OCLC 837900118. Check date values
 • જ ન ય આર મલય ન લ In ઠ કર, ધ ર ભ ઈ. ગ જર ત વ શ વક શ XV લ આવ ત ત અમદ વ દ: ગ જર ત વ શ વક શ ટ રસ ટ. pp. 356 357. OCLC 248968453. ગ વ લણ
પર્સી બૅશી શેલી
                                               

પર્સી બૅશી શેલી

પર્સી બૅશી શેલીનો જન્મ ૪ ઓગસ્ટ ૧૭૯૨ના રોજ ફિલ્ડ પ્લેસ, સસેક્સ, ઇંગ્લેન્ડ ખાતે થયો હતો. તેઓ તેમના પિતા ટિમોથી શેલીના સૌથી મોટા સંતાન હતા. ટિમોથી શેલી વ્હિગ પક્ષના સભ્ય હતા અને તેઓ ઈચ્છતા હતા કે પોતાનો પુત્ર પર્સી પાર્લામેન્ટમાં રાજકીય નેતૃત્વ પ્રાપ્ત કરે. શેલીએ સાયૉન હાઉસ એકૅડેમી અને ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લીધું.