Back

ⓘ અશેળિયો




અશેળિયો
                                     

ⓘ અશેળિયો

અશેળિયો એક ઔષધિય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ લેપિડિયમ સટાઇવમ છે. ભારત દેશમાં મધ્ય પ્રદેશ રાજ્યના ખાનદેશમાં તેમજ મુંબઈ-મહારાષ્ટ્રમાં તેની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને સ્કેન્ડીનાવિયા ખાતે પણ તેની ખેતી કરવામાં આવે છે.

અશેળિયાના છોડ એક વર્ષમાં એકથી બે ફૂટ જેટલા ઊંચા થાય છે, જેને નદી-નાળાના કિનારા પરની જમીન વધુ માફક આવે છે. તેનો પાક ફાગણ-ચૈત્ર મહિનામાં તૈયાર થાય છે. તેનાં મૂળ પાસેનાં પર્ણો લાંબી ડીંટડીવાળાં અને વિભાજીત હોય છે. ડાંડી પરનાં પર્ણો ડીંટડી વગરનાં અને સાંકડાં હોય છે, જેની ઉપર સફેદ રૂંછા જોવા મળે છે. તેનાં ફળ દોઢ ઈંચ લાંબી રેખા જેવાં હોય છે. ફળનાં દરેક ખાનામાં એક બીજ હોય છે. આ બીજ નાનાં સળી જેવાં લાલ રંગનાં હોય છે. બીજને પાણીમાં પલાળવાથી ચીકણી લુગદી તૈયાર થાય છે.