Back

ⓘ બે યાર (ચલચિત્ર)
                                     

ⓘ બે યાર (ચલચિત્ર)

બે યાર એ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અભિષેક જૈન દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્ર મૈત્રી અને બે મિત્રોની વાર્તા પર આધારિત છે. ફિલ્મના કલાકારો દર્શન જરીવાલા, મનોજ જોષી,અમિત મિસ્ત્રી,કવિન દવે,આરતી પટેલ, દિવ્યાંગ ઠક્કર, પ્રતિક ગાંધી,સંવેદના સુવાલકા છે.ટુંક સમયમાં પૈસા કમાવવા જતા બે મિત્રો લાલચમાં પોતાનુ તેમજ પોતાના પરિવારનુ સ્વમાન અને આબરુ ગુમાવી બેસે છે.આ પરિસ્થિતીમાંથી બહાર આવવા બંને મિત્રો સાથે મળી જે પ્રયત્નો કરે છે તે ફિલ્મની રૂપરેખા છે.

                                     

1. વાર્તા

ટૂંક સમયમાં પૈસા કમાવવાની લાલચના લીધે બે મિત્રો પોતાનુ સ્વાભિમાન અને પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે. ત્યારબાદ તેઓ ખરેખર જે પોતાનુ છે, તેના માટે સાથે મળીને ખોટો રસ્તો અપનાવી ગુમાવેલુ બધુ પાછુ મેળવે છે.

                                     

2. નિર્માણ

પોતાની પ્રથમ સફળ ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ ની સફળતા બાદ દિગ્દર્શક અભિષેક જૈન એ પોતાની દ્વિતિય ગુજરાતી ફિલ્મ "બે યાર"ની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે બે ગુજરાતી મિત્રોની મિત્રતા આધારિત છે. આ ફિલ્મની વાર્તા "ઓહ માય ગોડ"ના લેખક ભાવેશ માંડલિયા અને આગામી સમયમાં રજૂ થનાર હિન્દી ફિલ્મ "ઓલ ઇઝ વેલ"ના લેખક નિરેન ભટ્ટે લખી છે. ફિલ્મના સંગીત દિગ્દર્શક સચિન-જીગર છે, જેમણે બોલિવૂડની "શુદ્ધ દેશી રોમાન્સ", "રમૈયા વસ્તાવૈયા" જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. ફિલ્મમાં દર્શન જરીવાલા અને મનોજ જોષી જેવા થિએટર અને મેઇનસ્ટ્રીમ બોલિવૂડના કલાકારોએ અભિનય કર્યો છે. આ ફિલ્મ થકી કવિન દવે અને મનોજ જોષી ગુજરાતી ફિલ્મોમા પદાર્પણ કરશે. આ ફિલ્મ ૩૫ દિવસમાં અમદાવાદના જુદા જુદા ૫૦ સ્થળો પર ઉતારવામાં આવી છે. ફિલ્મમાં ગુજરાતી મિત્રતાની વાત કરવાની હોઇ શૂટિંગ અમદાવાદના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ૧લી ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સિનેપોલિસ, અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યુ હતું.

ફિલ્મને ૨૯ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ ગુજરાત અને મુંબઈના મર્યાદિત મલ્ટીપ્લેક્ષમાં રજૂ કરવામાં આવી હતી.પરંતુ,ફિલ્મને શરૂઆતના શોમાં જ સફળતા મળતા ફિલ્મના શોની સંખ્યા વધી ગઈ હતી.ફિલ્મ બે યાર અભિષેક જૈનની કેવી રીતે જઈશ પછીની બીજી એવી ફિલ્મ છે જેણે મલ્ટીપ્લેક્ષ સિનેમામાં ૧૦૦ દિવસ કરતા પણ વધુ દિવસ સફળતાપૂર્વક ચાલવાનો વિક્રમ બનાવ્યો છે.ફિલ્મની સફળતાને ધ્યાનમાં લઈ ફિલ્મને એઓસ્ટ્રેલિઆ,ન્યુઝીલેન્ડ,દુબઈ,યુ.એસ. અને દુનિયાના અન્ય ભાગોમાં પણ રજૂ કરવામાં આવી હતી.વિદેશમાં પણ ફિલ્મ સફળ થઈ છે.

                                     
  • ધ ર ભ ઈ વ હ સ ક ઇઝ ર સ ક રસ ય ત ર ર ધ ર ક ણ ર ણમ બ ય ર છ લ લ દ વસ થઇ જશ ર ગ સ ઈડ ર જ ક ર ઑન ક સર
  • અર બન ગ જર ત ફ લ મ બ ય રન જ હ ર ત કર હત જ સ ભવત: ઓગસ ટ મ ર લ ઝ થશ આ ફ લ મ બ મ ત ર ન વ ર ત પર આધ ર ત છ ફ લ મ બ ય ર ર લ ઝ થય દ વસ
  • અન બ ય ર વ ય વ સ યક અન વ વ ચન ત મક દ ષ ટ એ સફળ રહ ય અન ત ણ શહ ર દર શક ન ગ જર ત સ ન મ તરફ ખ ચ ય ક વ ર ત જઈશ અન બ ય ર આ બ ન
  • ચત ર વ દ ન પ ત ર ન ભ વ ય હત મ ત ઓએ અભ ષ ક જ નન અર બન ગ જર ત ફ લ મ બ ય ર મ અભ નય કર ય હત દર શન જર વ લ વર ષ ઠ ગ જર ત અભ ન ત ર લ લ જર વ લ ન
  • થ કર ય હત ત મણ ક રક ર દ ન શર આત એક સહ - અભ ન ત તર ક હ ન દ ચલચ ત ર સ ટ ઇલ થ કર હત ત ય રબ દ સહ યક ભ મ ક ન પર પર મ ત મણ ઘણ
  • પ ર વન ય જ ત હવ ઇ હ મલ કર ય પશ ચ મ મ રચ પર સ ધ વ સ ત રમ સ થ ત રહ મ ય ર ખ ન ન મન ગ મ ખ નન દળ મ ટ સ ચ ર અન પ રવઠ ન ક ન દ ર હત ત પ જ બ - સ ધ