Back

ⓘ અંબાડી (વનસ્પતિ)




અંબાડી (વનસ્પતિ)
                                     

ⓘ અંબાડી (વનસ્પતિ)

અંબાડી એ ભારતમાં ઉગતી એક આયુર્વેદિક ઔષધીનો છોડ છે. અંબાડીના પર્ણનું શાક બનાવવામાં આવે છે. અંબાડીના છોડને ઉખેડી નાખ્યા પછી તેના મૂળ પકડી ઝૂડી નાંખવાથી તેની છાલમાંથી રેષા છૂટા પડે છે અને તેમાંથી દોરડાં બનાવવામાં આવે છે.

                                     

1. નામ

અંબાડીને ભારતીય ભાષાઓમાં વિવિધ નામ દ્વારા ઓળખવામાં આવે છે,

  • બંગાળી- માચિકા
  • ગુજરાતી- અંબાડી
  • લેટિન- હિબિસ્કસ સબડેરિફ્ફા Hibiscus sabdariffa
  • હિન્દી- અમ્બારી, મોઈઆ
  • કન્નડ- પુંડી, પુંડિયાનારુ
  • સંસ્કૃત - અન્વષ્ટા
                                     

2. વર્ણન

આ વનસ્પતિનું મોટા ભાગનું ઉત્પાદન ચીન ખાતે થાય છે. આ વનસ્પતિના છોડ ૧.૫ થી ૨ મીટર ઊંચા વધતા હોય છે. આ વનસ્પતિ સરળ હોય છે. તેનાં પાંદડા સ્વાદમાં ખાટાં હોય છે. આ વનસ્પતિના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. તેને હેશ તેલ કહેવામાં આવે છે. આમાં tetrahydrocannibinol ટીએચસી રસાયણનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ઓમેગા ૩ અને ઓમેગા ૬ નામના ફેટી એસિડનું ભરપૂર પ્રમાણ હોય છે. માનવ શરીર માટે તે આવશ્યક તથા ગુણવર્ધક હોય છે.

                                     
  • મ ળખ અ બ ડ - એક પ રક રન વનસ પત અ બ ડ - ગ જર ત ર જ યન વડ દર જ લ લ મ આવ લ પ વ જ તપ ર ત લ ક મ આવ લ એક ગ મ. અ બ ડ - ગ જર ત ર જ યન સ રત જ લ લ ન